દરેક વ્યક્તિને પડખુ ફરીને સૂવું ગમે છે ઘણા લોકો એવું પણ માને છે કે ડાબી તરફ પડખુ ફરીને સૂવું જોખમી છે. પરંતુ આયુર્વેદમાં ડાબી બાજુ પડખું ફરીને સૂવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કહેવાય છે. આ સ્થિતિમાં સૂવાથી શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ મળે છે. ડાબા પડખે સૂવાથી હૃદયને રક્ત પુરવઠા પર દબાણ નથી પડતું. જેના કારણે શરીરના અન્ય ભાગોમાં લોહી સરળતાથી પહોંચી જાય છે ડાબી બાજુ સૂવાથી ખોરાકના અવશેષો નાના આંતરડામાંથી મોટા આંતરડામાં સરળતાથી પસાર થાય છે જેના કારણે પેટ સાફ કરવામાં કોઈ સમસ્યા નથી થતી. આ સાથે લીવર પણ સ્વસ્થ રહે છે.