જૂનાગઢનો યુવક હની ટ્રેપમાં ફસાયો હતો. પોલીસે તેને આરોપીઓની ચૂંગાલમાંથી છોડાવી આરોપીને જેલ ભેગા કરી દીધા છે. 2 યુવાન અને એક યુવતીએ ધોળવા ગામના યુવાનને ફસાવ્યો હતો. લિફ્ટ આપવાના બહાને યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ફરિયાદી ભાવેશનું અપહરણ કરી દોઢ લાખની ખંડણી માગી હતી. આરોપી અરવિંદ પટેલ, ભરત પારઘી અને જીનત મોરવાડીયાને પોલીસે ઝડપ્યા છે. જીનતે ફરિયાદીને ભેંસાણથી મેંદપરા ગામે બોલાવ્યા હતા. આરોપીઓએ પોલીસની ઓળખ આપી રૂપિયાની માંગણી કરી હતી. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા આપી માહિતી જીનત અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પકડાયેલી છે.