કેટરિના કૈફ માત્ર બોલિવૂડની જ નહીં પરંતુ દુનિયાભરની લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. 2011માં કેટરિનાને વિશ્વની સૌથી સુંદર મહિલાનો ખિતાબ અપાયો હતો. કેટરિના ચાર વખત એશિયાની સૌથી સેક્સી મહિલા બની છે. કેટરિના હાલમાં કરોડો રૂપિયાની માલિક બની છે. વર્ષ 2003માં કેટરિનાએ ફિલ્મ 'બૂમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તેને 2007માં અક્ષયની ફિલ્મ 'નમસ્તે લંડન'થી સફળતા મળી હતી. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, કેટરિના 2019માં 100 હાઈએસ્ટ પેઈડ સેલિબ્રિટીમાં 23મા ક્રમે હતી. એક અંદાજ મુજબ કેટરિના વાર્ષિક રૂ. 23.64 કરોડની કમાણી કરે છે. એક વેબસાઈટ અનુસાર કેટરીના પાસે કુલ 224 કરોડ રૂપિયાની સંપત્તિ છે. All Photo Credit: Instagram