દેશમાં વરસાદની સીઝન ચાલુ છે વરસાદની સીઝનમાં લોકો ઘણી વખત વધુ સમય માટે ફળ અને શાકભાજી ખરીદીને સ્ટોર કરી લે છે. આ ફળ-શાકભાજીઓને યોગ્ય રીતે ન સ્ટોર કરવામાં આવે તો તેમના ખરાબ થઈ જવાની સંભાવના વધી જાય છે. કેળાને કોઈક પેપર ટુવાલ કે ટિશ્યૂ પેપરને લઈને તેની ચારે તરફ વીંટી લો. આવુ કરવાથી કેળા વધુ સમય સુધી સ્ટોર કર્યા છતાં બગડશે નહીં. વરસાદમાં લીલા ધાણા ખૂબ ઓછા મળે છે. લીલા ધાણા પર ટિશ્યૂ પેપર લપેટી લો અને બાદમાં તેને થોડુ ભીનુ કરી દો. પછી કાચનો ગ્લાસ લઈને ધાણાને ટિશ્યૂ પેપર સહિત તેમાં ઊભા કરી દો. આવુ કરવાથી ધાણાના પાંદડા તાજા રહેશે. ટામેટા પણ ચોમાસામાં ઓછા મળે છે અને તે પણ ખૂબ જ મોંઘા મળે છે. દરમિયાન એક પણ ટામેટુ સડે નહીં તે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી હોય છે. ટામેટાના ગ્રીન ભાગ પર ટેપ ચોંટાડીને ફ્રિજમાં રાખી દેવા જોઈએ. આવુ કરવાથી ટામેટા લાંબા સમય સુધી તાજા રહે છે. વરસાદની સીઝનમાં લીલી ડુંગળીને સુરક્ષિત રાખવી પણ એક મુશ્કેલ કાર્ય હોય છે. ડુંગળી માટે પણ તમે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. લીલી ડુંગળીની ચારે તરફ ટિશ્યૂ પેપર લપેટીને તેની પર થોડુ પાણી છાંટી દો. જે બાદ તેને ટિશ્યૂ પેપર સહિત ફ્રિજમાં મૂકી દો.