શકીરા કોલંબિયાની જાણીતી પોપ સિંગર છે. તાજેતરમાં તેણે સ્પેનના દિગ્ગજ ફૂટબોલર ગેરાર્ડ પીકે સાથે 12 વર્ષના સંબંધનો અંત આણ્યો છે. 2010માં ફીફા વર્લ્ડકપના સોંગ વાકા વાકા દરમિયાન બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. ફીફા વર્લ્ડકપ બાદ બંને વધારે નજીક આવ્યા હતા. 2013માં એક ઈન્ટરવ્યુમાં શકીરાએ કહ્યું હતું કે ગેરાર્ડ પીકે તેના જીવનમાં ભગવાનની જેમ આવ્યો છે. શકીરા ગેરાર્ડ પીકે કરતા 10 વર્ષ મોટી હતી. 2013માં તેઓ માતા-પિતા બન્યા. હાલ તેમને એક પુત્ર તથા પુત્રી છે. શકીરા તેની તસવીરો ફેંસ સાથે શેર કરતી રહે છે.