છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં દેશની બેંકોએ NPA થયેલી રૂ.10,09,511 કરોડની લોન માંડવાળ કરી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું હતું. ગૃહમાં રજૂ કરેલા આંકડા અનુસાર રૂ.1૦૦ની માંડવાળ સામે માત્ર રૂ.13 ની વસૂલાત જ શક્ય બની છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2,04,486 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે પંજાબ નેશનલ બંક દ્વારા 67,214 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડા દ્વારા 66,711 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 56,132 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 50,514 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુુતિકરણ માટે કરવામાં આવ્યો છે.