ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિ અને અર્જુન હોયસલાએ કોર્ટ મેરેજ કર્યા છે. કપલે કોર્ટ મેરેજની કેટલીક તસવીરો શેર કરી છે. અર્જુન હોયસલા કર્ણાટક તરફથી ક્રિકેટ રમ્યો છે. ગયા વર્ષે અર્જુને વેદાને પ્રપોઝ કર્યું હતુ. વેદા અને અર્જુનની લવ સ્ટોરી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચર્ચામાં આવી હતી ઇન્સ્ટાગ્રામ પર કોર્ટ મેરેજની તસવીરો શેર કરતા વેદા કૃષ્ણમૂર્તિએ લખ્યું, શ્રી અને શ્રીમતી વેદાએ અર્જુન સાથે ઘણી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં અર્જુન ઘૂંટણિયે બેસીને વેદાને પ્રપોઝ કરી રહ્યો છે. વેદાએ ભારત માટે છેલ્લી T20 મેચ 8 માર્ચ 2020ના રોજ રમી હતી All Photo Credit: Instagram