પાકિસ્તાનનું લાહોર શહેર લગભગ બે હજાર વર્ગ કિમીમાં ફેલાયેલું છે લાહોરને પાકિસ્તાનનું હૃદય કહેવાય છે, અહીંયાની સંસ્કૃતિ, ઈતિહાસ, મંદિર, ઈમારતો ખૂબ સમૃદ્ધ છે લાહોર ભારતના પંજાબ પ્રાંતમાં હતું, આઝાદી બાદ તે પાકિસ્તાનની સરહદમાં છે હિન્દુ ધર્મ અનુસાર પાકિસ્તાનનં લાહોર શહેર ભગવાન રામના પુત્ર લવે વસાવ્યું હતું લાહોરમાં લવના નામે એક મંદિર પણ છે, જોકે હાલ આ મંદિર વિરાન છે આઝાદી પહેલા લાહોરમાં અસંખ્ય હિન્દુ મંદિર, જૈન મંદિર અને શીખ ગુરુદ્વારા હતા વર્તમાનમાં લાહોરમાં હિન્દુ મંદિરોની હાલત સારી નથી બાબરી મસ્જિદના ધ્વંશ બાદ લાહોરમાં અનેક મંદિરો પર હુમલા કરીને નષ્ટ કરવામાં આવ્યા અહીંયા અસંખ્ય મંદિરો હતા, જેમાંથી હાલ મોટા ભાગના નાશ પામ્યા છે હાલ પાકિસ્તાનના લાહોરમાં માત્ર 2 હિન્દુ મંદિર કૃષ્ણ મંદિર અને વાલ્મિકી મંદિર જ બચ્યા છે