ગોરખનાથ એક યોગ સિદ્ધ યોગી હતા.

ગોરખનાથને ગુરુ મત્સ્યેન્દ્રનાથના માનસ પુત્ર પણ કહેવામાં આવે છે



ગોરખનાથે હઠયોગ પરંપરાની શરૂઆત કરી હતી

ધાર્મિક માન્યતા અનુસાર, એક વખત ગુરુ મત્સ્યેન્દ્રનાથ ભીક્ષા માંગવા એક ગામમાં ગયા હતા

એક ઘરમાં તેમને ભીક્ષા આપતી વખતે એક સ્ત્રી ખૂબ ઉદાસ જોવા મળી હતી

ગુરુ મત્સ્યેન્દ્રનાથે તે સ્ત્રીને શું વાત છે તેમ પૂછ્યું

સ્ત્રીએ કહ્યું કે, મારે કોઈ સંતાન નથી

ગુરુ મત્સ્યેન્દ્રનાથે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા

સ્ત્રીએ મત્સ્યેન્દ્રનાથ દ્વારા આપવામાં આવેલી ભભૂતને ગાયના ગોબરમાંમાં ફેંકી દીધી હતી

કહેવાય છે કે બાદમાં 12 વર્ષ પછી ગોબરમાં એક સુંદર બાળક નીકળ્યું હતું

આ સુંદર બાળક ગોરખનાથ હતા