બેંક ખાતું ખોલવા, આવકવેરા રિટર્ન ભરવા કે મોટા નાણાંકીય વ્યવહાર કરવા પાનકાર્ડનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યક્તિ, સગીર, વિદ્યાર્થી, PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પાન કાર્ડ એપ્લિકેશન માટે NSDL અને UTIITSL ની વેબસાઇટની મુલાકાત લો. વેબસાઈટ પર 'નવા PAN'ના વિકલ્પ પર ક્લિક કરો. PAN ફોર્મ 49A માં તમારી વિગતો ભરો જે ભારતીય નાગરિકો, NRE/NRIs અને ભારતીય મૂળના નાગરિકો દ્વારા ભરી શકાય છે. પ્રક્રિયા શરૂ કરવા માટે ફોર્મ સબમિટ કર્યા પછી અરજદારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ઑનલાઇન પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર છે. ફોર્મ સબમિટ કર્યા પછી અને ફી જમા કરાવ્યા પછી, વ્યક્તિને છેલ્લા પેજ પર 15 અંકનો નંબર મળશે. ફોર્મ સબમિટ કર્યાના 15 દિવસની અંદર જરૂરી દસ્તાવેજો સાથે NSDL ઓફિસને કુરિયર દ્વારા મોકલવું જોઈએ. આ પછી NSDL દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને પછી 15 દિવસમાં ફોર્મ ભરેલા સરનામે પાન કાર્ડ પહોંચાડવામાં આવશે