ભાજીના પાંદડાઓને વ્યવસ્થિત રીતે સાફ કરીને સમારવું

પાંદડાયુક્ત ભાજીઓને હંમેશા કાગળમાં વીંટાળીને રાખવી.

જો અખબાર ન હોય તો પાતળા કોટનના કપડામાં લપેટીને રાખી શકાય છે

કોળાને બરાબર ધોઇને સમારી લેવું. આ પછી એરટાઇટ ડબામાં ભરીને ફ્રિજમાં રાખવું.

બીન્સવાળા શાકને બરાબર ધોઇ લેવા, સુકાઇ જાય પછી તેને સમારીને પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિકના ડબામાં રાખવા.

કોબી અને બ્રોકલીને સમારીને તેના હળવા ભીના પેપર અથવા ટુવાલમાં લપેટીને રાખવા.

ભીંડાને રાતના જ ધોઇને સમારીને ડબામાં અથવા તો નેટવાળી થેલીમાં રાખી શકાય છે.

કોબીને સમારીને એક પ્લાસ્ટિક બેગમાં રાખીને ફ્રિજમાં રાખવી.પ્લાસ્ટિકના ડબામાં પણ રાખી શકાય છે.

વટાણાને છોલી પ્લાસ્ટિક બેગ અથવા તો પ્લાસ્ટિકની બરણીઓ અથવા તો પ્લાસ્ટિકના ડબામાં રાખીને ફ્રિજરમાં રાખી શકાય છે.