એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો ફેમસ શો અનુપમા ટીઆરપી મામલે ટોપ પર છે તાજેતરના શોમાં બે નવા પાત્રોની એન્ટ્રી થઈ છે. જેમાંથી એક્ટ્રેસ નિશા સક્સેના ચર્ચામાં છે. શોમાં નિશા પંજાબી યુવતી ડિંપલનો રોલ કરી રહી છે. નિશા સક્સેનાનો શોમાં રોલ ઘણો મહત્વનો માનવામાં આવે છે એવા પણ અહેવાલ છે કે શોમાં આગળ જતાં સમરના લગ્ન ડિંપલ સાથે થશે એક્ટ્રેસની કરિયર જર્ની પર એક નજર કરીએ નિશા સક્સેના આ પહેલા સીરિયલ નીમા ડેન્ઝોંગપામાં નજરે પડી ચુકી છે શોમાં તેણે બબીતા ગોયંકાનો રોલ નીભાવ્યો હતો શોમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી અને હવે અનુપમામાં તેના કરિયરનો ખૂબ મહત્વનો રોલ માનવામાં આવે છે નિશા સક્સેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તમામ તસવીર સૌજન્યઃ nishisaxenaa ઈન્સ્ટાગ્રામ