ડૉ.પ્રેમચંદ બૈરવાનું નામ પણ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે જાહેર થયું છે ડુડુ વિધાનસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર બાબુલાલ નાગરને 35,743 મતોના માર્જિનથી હરાવ્યા હતા. બૈરવાને પાર્ટીના રાજસ્થાન યુનિટનો દલિત ચહેરો માનવામાં આવે છે બૈરવાએ રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે બૈરવાએ 2013માં કોંગ્રેસના ઉમેદવાર હજારી લાલ નાગરને 33,720 મતોના માર્જિનથી હરાવીને ડુડુ મતવિસ્તાર જીતી હતી 2018માં ડુડુ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર બાબુ લાલ નાગર સામે 14,779 મતોના માર્જિનથી હારી ગયા હતા. 2018માં હાર બાદ 2023માં ફરી પાર્ટીએ તેમને ટિકિટ આપી જેમાં તેઓ વિજેતા થયા 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ