વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં સચિનના અનેક રેકોર્ડ તોડ્યા છે

જોકે કોહલીએ હવે સચિનનો જે રેકોર્ડ તોડયો છે તે જરા વિચિત્ર છે

કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 35મી વખત શૂન્ય પર આઉટ થયો છે.

તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં સૌથી વધુ આઉટ કરનાર ભારતનો બેટ્સમેન બન્યો.
તેણે શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો.


આ મામલે કોહલીએ મહાન બેટ્સમેન અને પોતાના આદર્શ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 વખત શૂન્ય પર આઉટ થયો હતો.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે 33 વખત આવું બન્યું છે



ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેની કારકિર્દીમાં 31 વખત શૂન્ય પર આઉટ થયો હતો.



કોહલી આંતરરાષ્ટ્રીય T20 મેચમાં પ્રથમ વખત 'ગોલ્ડન ડક' (પહેલા બોલ પર આઉટ થવા)નો શિકાર બન્યો હતો.



આ પાંચમી વખત હતું જ્યારે કોહલી ઈન્ટરનેશનલ ટી20માં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ 2017માં ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો.