જાણો શ્રદ્ધા આર્યના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શ્રદ્ધા આર્યનો જન્મ 17 ઓગસ્ટ 1987ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા આર્યની કુલ સંપત્તિ 50 થી 60 કરોડની વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા આર્યના એક એપિસોડ માટે 60 હજાર ચાર્જ કરે છે. શ્રદ્ધા આર્ય મુંબઈમાં એક આલીશાન ફ્લેટમાં રહે છે આ આશિયાના ફ્લેટની કિંમત લગભગ 8 કરોડ હોવાનું કહેવાય છે. આ સિવાય શ્રદ્ધા પાસે મર્સિડીઝ, BMW અને Audi જેવા વાહનો પણ છે. શ્રદ્ધા ઘણીવાર આ કાર સાથે જોવા મળે છે. શ્રદ્ધા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધાને ટીવી સીરિયલ કુંડળી ભાગ્યથી લોકપ્રિયતા મળી હતી