એક વ્યક્તિ માટે વધુ સમય સુધી પાણીમાં જીવિત રહેવું મુશ્કેલ છે



માણસ પાણીની અંદર જાય તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે



જો વ્યક્તિને યોગ્ય સમયે બહાર ન કાઢવામાં આવે તો તેનું મોત પણ થઇ શકે છે



એક વ્યક્તિ પાણીમાં કેટલા સમય સુધી જીવિત રહી શકે છે તો 24 મિનિટ અને 37 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ છે



આ રેકોર્ડ 27 માર્ચ 2021માં ક્રોએશિયાના બુદિમિર સોબતે પોતાના નામે કર્યો હતો



દરિયામાં યાત્રા કરનારા લોકો કેટલીક મિનિટ સુધી દરિયામાં રહી શકે છે



આ લોકો એટલા માટે કરી શકે છે કારણ કે તેમની આદત હોય છે



પરંતુ એક સામાન્ય વ્યક્તિ આટલા સમય સુધી પાણીમાં રહી શકે નહીં.



એક સામાન્ય વ્યક્તિ સરેરાશ 30 થી 90 સેકન્ડ સુધી પાણીની અંદર રહી શકે છે



જો તમે રોજ પ્રેક્ટિસ કરો છો તો તમે એક મિનિટ કરતા વધુ સમય પાણીમાં રહી શકો છો