બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુની ઉંમર 51 વર્ષની છે. તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહી છે. તેના અનેક પ્રેમપ્રકરણ ચર્ચામાં રહ્યા પરંતુ તેણે હજુ સુધી લગ્ન કરી શક્યા નથી. કાજોલની બહેન અને તનુજાની દીકરી તનિષા પણ 43 વર્ષની છે પણ હજુ અપરિણીત છે. બોલિવૂડ એક્ટ્રેસ અમીષાની ઉંમર 45 વર્ષની છે પરંતુ અત્યાર સુધી તે અપરિણીત છે. ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળેલી નરગીસ 42 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. ટેલિવિઝન ક્વીન તરીકે જાણીતી એકતાએ પણ લગ્ન કર્યા નથી. 46 વર્ષની એકતા સરોગસી દ્વારા માતા બની છે. તેમના પુત્રનું નામ રવિ છે. દંગલ જેવી ફિલ્મમાં જોવા મળેલી સાક્ષી તંવર પણ 49 વર્ષની છે પરંતુ તેણે લગ્ન કર્યા નથી.