OTT પ્લેટફોર્મ પર મિથિલા પાલકરનું નામ મરાઠી ચાહકો માટે નવું નથી. વેબ સિરિઝથી તેની અભિનય કારકિર્દી શરૂ કરીને મિથિલાએ બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યુ છે. મિથિલાએ ઘણી મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મિથિલાને 2016માં પિચ પરફેક્ટ અને અન્ના કેન્ડ્રિકના 'કપ સોંગ'ના પોતાના વર્ઝનથી અલગ ઓળખ મળી હતી. મિથિલા યુટ્યુબ વેબ સિરીઝ 'ગર્લ ઇન ધ સિટી'માં જોવા મળી હતી. 'ગર્લ ઇન ધ સિટી'માં પોતાની ભૂમિકાથી ઘણા લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. કાવ્યા કુલકર્ણીની ભૂમિકા ભજવનાર મિથિલાને આ કારણે ઘણી લોકપ્રિયતા મળી હતી. મિથિલાએ તેના કેટલાક નવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તે સફેદ લહેંગામાં જોવા મળી રહી છે. તેણે આ લુકને મિનિમલ મેકઅપ અને હેર લૂઝ સાથે કમ્પ્લીટ કર્યો છે.