ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય બોલ્ડનેસમાં તેને ટક્કર આપી રહી છે. શ્રીમાનો જન્મ પણ મેંગ્લોરમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર અમેરિકામાં થયો હતો. શ્રીમા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે. શ્રીમા એક પ્રખ્યાત મોડલ છે અને તેણે ઘણી જાણીતી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કર્યું છે. આ સિવાય વર્ષ 2009માં તે મિસિસ ઈન્ડિયા ગ્લોબનો તાજ પણ જીતી ચૂકી છે. ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય સાથે લગ્ન બાદ શ્રીમા હાલમાં મુંબઈમાં સેટલ છે. શ્રીમા અને આદિત્યને બે પુત્રો છે. ઐશ્વર્યા અને શ્રીમા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. All Photo Credit: Instagram