બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દસાની ફિલ્મોમાં આવ્યા અગાઉ ખૂબ લોકપ્રિય થઇ ગઇ છે. અવંતિકા જલદી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફેન્સ તેના ડેબ્યૂની ખૂબ રાહ જોઇ રહ્યા છે.



ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે પ્રથમ ફિલ્મ મૈને પ્યાર કિયા કરી હતી. પોતાની પ્રથમ ફિલ્મથી તેણે લોકોના દિલ જીતી લીધા હતા.અવંતિકા પણ પોતાની માતાની જેમ બોલિવૂડમાં કરિયર બનાવવા માંગે છે.



અવંતિકા માતાની જેમ સુંદર છે અને અનેક સ્ટાર કિડ્સને ટક્કર આપે છે. અવંતિકા સારા અલી ખાન અને જાહન્વી કપૂરની જેમ નેચર લવર છે.



સારા અલી ખાન, અનન્યાની જેમ અવંતિકા પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે પોતાના ટ્રાવેલની તસવીરો પોસ્ટ કરતી રહે છે. અવંતિકાના ઇન્સ્ટાગ્રામ પર 71 હજાર ફોલોઅર્સ છે.



અવંતિકા ઝી-5 પર રીલિઝ થનારી વેબ સીરિઝ મિથ્યાથી પોતાના કરિયરની શરૂઆત કરવા જઇ રહી છે.જેમાં હુમા કુરૈશી લીડ રોલમાં છે.