અભિનેત્રી મોનિકા ડોગરા પોતાના બોલ્ડ નિવેદનના કારણે ચર્ચામાં છે એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની લાઇફના અનેક રહસ્યો ખોલ્યા હતા. મોનિકાએ જણાવ્યું કે બાળપણમાં તેના પિતરાઈ ભાઈઓએ તેની છેડતી કરી હતી. મોનિકાએ કહ્યું કે તે સૂતી હતી ત્યારે તેના એક મિત્રે તેને ખોટી જગ્યાએ સ્પર્શ પણ કર્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે આ રહસ્ય ખોલ્યું હતુ. મોનિકાએ કહ્યું કે તે એક ડરી ગયેલી વિચિત્ર છોકરીની જેમ મોટી થઈ છે. મોનિકાએ વર્ષ 2008માં ફિલ્મ 'રોક ઓન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મોનિકા હાલમાં જ કિરણ રાવની ફિલ્મ 'ધોબી ઘાટ'માં જોવા મળી હતી. મોનિકા પોતાને પેન્સેક્સ્યુઅલ ગણાવે છે. All Photo Credit: Instagram