રશિયાની પૂર્વ વર્લ્ડ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ 26 ફેબ્રુઆરી 2020ના રોજ નિવૃતિ જાહેર કરી લીધી હતી. તેણે પાંચ ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા.

વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-50માં રશિયાની પાંચ મહિલા ટેનિસ પ્લેયર છે જે રમતની સાથે સાથે ગ્લેમરમાં પણ મોડલ્સને ટક્કર આપે છે.

30 વર્ષની Anastasia Pavlyuchenkova વર્લ્ડ રેન્કિંગમાં 14મા નંબર પર છે. તેણે કરિયરમાં 12 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે.

તે અત્યાર સુધી કોઇ ગ્રાન્ડ સ્લેમ જીતી શકી નથી પરંતુ તેણે એક વખત 2021માં ફ્રેન્ચ ઓપન ફાઇનલ રમી હતી.

24 વર્ષની Veronika Kudermetova વર્લ્ડ રેન્કિંગમાં 25મા સ્થાન પર છે. આ તેના કરિયરનું બેસ્ટ રેન્કિંગ છે.

24 વર્ષની દારિયા કસાત્કિના રેન્કિંગમાં 28મા સ્થાન પર છે. તેનું બેસ્ટ રેન્કિંગ 10 છે. દારિયાએ કરિયરમાં ચાર સિંગલ્સ ટાઇટલ જીત્યા છે.

તેણે કોઇ ગ્રાન્ડ સ્લેમ જીત્યું નથી પરંતુ બે વખત ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે.

23 વર્ષની લુડમિલા સૈમસોનોવાએ ચાર વર્ષના કરિયરમાં કોઇ ગ્રાન્ડ સ્લેમ જીત્યું નથી. તેનું વર્લ્ડ રેન્કિંગ 34 વર્ષ છે.

27 વર્ષની Ekaterina Alexandrova રેન્કિંગમાં 50મા નંબર પર છે. તેનું બેસ્ટ રેન્કિંગ 25 છે.

એક સિંગલ્સ ટાઇટલ જીતનારી Alexandrovaએ અત્યાર સુધીમાં સાત વર્ષના કરિયરમાં કોઇ ગ્રાન્ડ સ્લેમ જીતી શકી નથી.