ENG સામે પાંચમી ટેસ્ટમાં ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. પંતે 146, જાડેજાએ 104 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન જસપ્રીત બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકારીને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે ચાર ફોર, બે સિક્સ ફટકારી હતી. જ્યારે પાંચ વાઇડ, એક નોબોલ અને એક સિંગલ રન મળ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ખેલાડી એક ઓવરમાં 35 રન બનાવી શક્યો નથી. બ્રાયન લારા, 28 રન, બોલરઃ આર પીટરસન, 2003 જ્યોર્જ બેઈલી, 28 રન, બોલરઃ જેમ્સ એન્ડરસન, 2013