પંજાબ કિંગ્સને શનિવારે રાજસ્થાન રોયલ્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સની દરેક મેચમાં એક 'મિસ્ટ્રી ગર્લ' મેદાનમાં જોવા મળે છે. પંજાબ કિંગ્સની આ મિસ્ટ્રી ગર્લ શશી ધીમાન છે, જે ટીમના સોશિયલ મીડિયા પેજ માટે એન્કરિંગનું કામ કરી રહી છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં ઘણા વીડિયો રિલીઝ કર્યા છે, જેમાં શશી ધીમાન પણ છે. શશિ ધીમાને અત્યાર સુધી શિખર ધવન, કાગીસો રબાડા, લિયામ લિવિંગસ્ટોનનો ઈન્ટરવ્યુ લીધો છે. શશિ ધીમાન એક સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્ટેન્ડ-અપ કોમેડી કરી રહી છે. ચંદીગઢની રહેવાસી શશી ધીમાન પંજાબી છે તે ખેલાડીઓ સાથે પંજાબીમાં વાત પણ કરી રહી છે અને પંજાબીમાં ઘણા વીડિયો શૂટ કરી રહી છે. શશી ધીમાન વર્ષ 2020થી મુંબઈમાં રહેતી હતી, તેમણે ઘણા સ્ટેન્ડ શો, કોમેડી શો અને લાઈવ શો કર્યા છે તો આ વર્ષે તે IPL 2022માં પંજાબ કિંગ્સ સાથે જોડાઈ છે