ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. નમ્રતા મલ્લાના શાનદાર લૂકથી ચાહકો દિવાના થયા છે. તસવીરોમાં નમ્રતા આ વખતે હોલ્ટર નેક બ્રૉલેટમાં જોવા મળી રહી છે. મોર્ડન લુકને દેશી ટચ આપવા માટે નમ્રતાએ નોઝ રીંગ પહેરી છે. નમ્રતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો તેની સ્ટાઈલ પર એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે. નમ્રતાએ તેના કામ અને સ્ટાઈલથી લોકોમાં ઓળખ ઊભી કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. નમ્રતા ટૂંક સમયમાં તમિલ ફિલ્મના આઈટમ સોંગમાં જોવા મળશે. નમ્રતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram