નતાલિયા તેની ગ્લેમરસ અદાઓના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. નતાલિયાએ ‘અતિથિ તુમ કબ જાઓગે’માં પ્રથમવાર કામ કર્યુ હતું. આ પછી 2012માં તે ‘અંજુના બીચ’ ફિલ્મમાં જોવા મળી હતી. અંજુના બીચ મૂવી નતાલિયાની સૌથી લોકપ્રિય ફિલ્મ છે. તે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હતી. નતાલિયા બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ સાથે આગામી ફિલ્મ ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’માં જોવા મળશે. નતાલિયાએ આ ફિલ્મના શૂટિંગ સેટની કેટલીક તસવીરો શેર કરી છે. નતાલિયા ગંદી બાત સિરીઝ માટે પણ જાણીતી છે. તેણે અલ્ટ બાલાજીની લોકપ્રિય વેબ સીરિઝ ગંદી બાતની સીઝન ચારમાં કામ કર્યું છે. આ ફિલ્મ સિવાય નતાલિયા બીજી ફિલ્મ 'એવિલ ડેડ ઈઝ બેક'માં મોનિકાની ભૂમિકા ભજવતી જોવા મળશે.