નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની તાજેતરની તસવીરો ચાહકોને ઘાયલ કરી રહી છે. આ વખતે અભિનેત્રી ગુલાબી ચેક ડ્રેસમાં છવાઈ ગઈ છે. એકટ્રેસે સોશિયલ મીડિયા પર કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે દરિયાકિનારે સિઝલિંગ પોઝ આપી રહી છે. એક્સપ્રેશન ક્વીન રશ્મિકા મંદાનાની આ તસવીરોએ સનસનાટી મચાવી છે. ફોટો શેર કરતી વખતે રશ્મિકાએ શાનદાર કેપ્શન આપ્યું છે કેપ્શનમાં તેણે ફોન નંબર બદલવાની અને બોર ન થવાની વાત કહી છે શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાએ આ તસવીરોમાં કિલર પોઝ આપીને ફેંસના દિલોની ધડકન વધારી છે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ફેંસ સાથે જોડાયેલા રહેવા તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા રશ્મિકાના માલદીવ વેકેશનની તસવીરો વાયરલ થઈ હતી. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ