ભારતીય રેલવે દેશની લાઇફ લાઇન તરીખે ઓળખાય છે

Published by: gujarati.abplive.com

ભારતમાં એક અનોખું રેલવે સ્ટેશન છે

જે બે રાજ્યોમાં સંકળાયેલું છે

આ રેલવે સ્ટેશનનું નામ નવાપુર છે

આ સ્ટેશન સુરત અને ભુસાવલ રેલવે લાઇન પર છે

આ સ્ટેશનનો એક ભાગ ગુજરાતના તાપી જિલ્લામાં છે

જ્યારે બીજો ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે

નવાપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે ઝોનમાં છે

આ પ્લેટફોર્મ પર બંને રાજ્યોની (ગુજરાત અને મહારાષ્ટ્ર) હદ જોવા મળે છે

અહીં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અને મરાઠી ભાષાઓમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે