ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. પલક તિવારી સુંદરતામાં એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે. પલક તિવારી દિવસે ને દિવસે વધુ સુંદર લાગી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પર્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. પલક તિવારીનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે . આ તસવીરોમાં પલક તિવારી લાઇટ પર્પલ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ સાથે પલકે ઓપન હેર, લાઇટ મેકઅપ અને હાઇ હિલ્સ પહેરી છે. એક્ટ્રેસે આ ડ્રેસ પહેરીને અનેક કિલર પોઝ આપ્યા છે. આ તસવીરો શેર કરતા પલક તિવારીએ પોતાના અપકમિંગ ગીતનું પ્રમોશન કર્યું છે. All Photo Credit: Instagram