PM મોદી 18મી જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટ, પોર્ટ બ્લેરના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

આશરે 40,800 ચો.મી.ના કુલ બિલ્ટ-અપ વિસ્તાર સાથે, નવી ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક આશરે 50 લાખ મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે

આ એરપોર્ટ 710 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે

પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચે બે બોઇંગ-767-400 અને બે એરબસ-321 પ્રકારના એરક્રાફ્ટ માટે એપ્રોન બનાવવામાં આવ્યા છે

નવા ટર્મિનલ બિલ્ડિંગની ડિઝાઈન શંખના છીપ જેવી છે.

એરપોર્ટ પર એક સાથે 10 એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.

તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ઓછી પાવર વાપરે છે.

ગરમી ઘટાડવા માટે છત ડબલ ઇન્સ્યુલેટેડ છે.

તેની ડિઝાઇન એવી છે કે દિવસ દરમિયાન વધુ સૂર્યપ્રકાશ આવે છે.

ટર્મિનલ બિલ્ડિંગના ગંદા પાણીને 100 ટકા ટ્રીટમેન્ટ કરવામાં આવશે.