સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે હાલમાં તેની ફિલ્મ 'બીસ્ટ'ને લઈને ચર્ચામાં છે. દર્શકો પણ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન અભિનેત્રીએ પોતાના ફોટોશૂટના કારણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. પૂજા હેગડેએ તેના કેટલાક લેટેસ્ટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે પૂજાએ હાઈ હીલ્સ અને થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં તેનો ગ્લેમરસ લૂક બતાવ્યો છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પૂજા હેગડેનો ગ્લેમરસ અવતાર ચાહકોનું દિલ જીતી રહ્યો છે. અભિનેત્રીના ફોટાને લગભગ 10 લાખ લાઇક્સ મળી છે. પૂજા હેગડેની ફિલ્મ 'બીસ્ટ' રીલિઝ થઈ ગઈ છે. પૂજા બીસ્ટ ફિલ્મ સાથે તમિલ સિનેમામાં કમબેક કરી રહી છે. અગાઉ તે બોલિવૂડ ફિલ્મોમાં વ્યસ્ત હતી.