પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. સુંદરતાના મામલામાં તેણે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે. તેનો ચહેરો ચાહકોને વધુ આકર્ષે છે અભિનેત્રીએ અલગ અલગ ફિલ્મોમાં કામ કરીને તમામ પ્રકારના દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. સોનમ બાજવા હવે 27 વર્ષની છે વર્ષ 2012માં સોનમે ફેમિના મિસ ઈન્ડિયા સાથે ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેનો ચહેરો જેટલો સુંદર છે તેટલી જ તે મજબૂત પણ છે એક્ટિંગ સિવાય સોનમ બાજવા તેના ફેન્સને ફિટ રહેવા માટે પણ પ્રેરિત કરે છે. સોનમ બાજવા 'બાલા' અને 'સ્ટ્રીટ ડાન્સર 3D' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. સોનમ બાજવા ગ્લેમરસ તસવીરોથી ચાહકોના દિલ જીતી લે છે