ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે જેમાં જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ગોવિંદ ધોળકિયા ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે અને લોકો તેમને ગોવિંદ કાકા અથવા ગોવિંદ ભગતના હુલામણા નામથી પણ બોલાવે છે દુનિયાની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામ ક્રિષ્ણા એક્સ્પોર્ટ્સ પ્રા. લિ.ના માલિક ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ગોવિંદ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો. માત્ર 7 ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા છે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે તેવી છે 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું