દેશમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે આ દિવ્ય મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અનેક સેલેબ્સ, નેતાઓ આ કાર્યક્રમમાં સામેલ થશે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આ ક્રમમાં વિશ્વની સૌથી મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી ગઈ છે આ રામાયણની કિંમત 1.65 લાખ રૂપિયા છે. રામાયણ લખવા માટે વપરાતી શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે કાગળ ફ્રાન્સમાં બનેલો વાપરવામાં આવ્યો છે આ ગ્રંથ બનાવવા માટે અમેરિકન અખરોટના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.