ભોજપુરી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ હાલમાં પોતાની ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં છે. રશ્મિ દેસાઇએ પોતાની ટ્રીપની તસવીરો શેર કરી છે. તે લોસ એન્જલસમાં વિશ્વ પ્રસિદ્ધ હોલિવૂડ સ્થાન પર પોઝ આપતી જોવા મળી હતી. રશ્મિ દેસાઈએ શોર્ટ ડ્રેસમાં પોઝ આપ્યા હતા. રશ્મિ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અનેક ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ટીવી શો 'બાલિકા વધુ'થી રશ્મિ દેસાઈને લોકપ્રિયતા મળી હતી. તે ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં પણ સામેલ છે. All Photo Credit: Instagram