ગ્લેમરથી નીકળીને બુરખામાં કેમ આવી સના ખાન ? સના ખાન તાજેતરમાં તેના પતિ સાથે હજ યાત્રા પૂરી કરીને પરત ફરી છે. આ ખુશીને સના ખાને સોશિયલ મીડિયા પર ફેંસ સાથે શેર કરી છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ગ્લેમરસ લાઇફ છોડીને સના અધ્યાત્મની દુનિયામાં કેવી રીતે આવી ? મુત્તવિફી હુઝ્ઝા સાઉઝ એશિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં સનાએ તમામ વાતો પરથી પડદો ઉઠાવ્યો. તેણે કહ્યું, મારી પાછલી જિંદગીમાં તમામ વસ્તુ હતી. નામ, પૈસા બધું જ હતું. મને હંમેશા એક વાત ખટકતી હતી અને તે મનની શાંતિ હતી. સનાએ કહ્યું, મને લાગે છે કે મારી પાસે બધું છે પરંતુ હું કેમ ખુશ નથી. તે દિવસો હું ડિપ્રેશનમાં પણ રહી. તે દિવસોમાં મને અહેસાસ થયો કે અલ્લાહે મને કોઈ સંદેશ મોકલ્યો છે. હું તે સંકેતોને સમજી શકતી હતી. અલ્લાહનો સંદેશ સ્પષ્ટ હતો કે જો હું ખદુને નહીં બદલું તો મારો અંત હશે. જે બાદે તેણે અધ્યાત્મ તરફ વળવાનો ફેંસલો કર્યો. ઈન્ટરવ્યૂ દરમિયાન તે ભાવુક થઈને રડવા પણ લાગી. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ