એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકર આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. શ્રિયા પિલગાંવકરનો જન્મ 25 એપ્રિલ 1989ના રોજ થયો હતો. બાળપણમાં શ્રિયાએ પ્રોફેશનલ સ્વિમર તરીકે તાલીમ લીધી હતી. શ્રિયાએ મુંબઈમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. શ્રિયા પિલગાંવકરે પાંચ વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે ફ્રીડમ ઓફ લવ નાટકમાં જોવા મળી હતી. 2016માં શ્રિયા પિલગાંવકરે શાહરૂખ ખાનની ફિલ્મ ફેનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 2018માં શ્રિયા પિલગાંવકર પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરમાં જોવા મળી હતી. શાહરૂખ ખાન ઉપરાંત શ્રિયા પિલગાંવકરે બાહુબલીના ભલ્લાલદેવ સાથે પણ કામ કર્યું છે.