ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. રવિવારે તેણે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પરંપરાગત પોશાકમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પીવી સિંધુએ તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા પીવી સિંધુએ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં આયોજિત પરંપરાગત તેલુગુ સમારોહમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. લગ્નમાં નજીકના પીવી સિંધુએ તેના સોશિયલ મીડિયા 'X' પર ભવ્ય લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સિંધુના લગ્નનો ફોટો શેર કર્યો હતો. સિંધુ અને વેંકટે શનિવારે સગાઈ કરી હતી. વેંકટ હૈદરાબાદનો રહેવાસી છે. (ફોટોઃ DietSabya) તે પોસાઇડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેણે ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી. (ફોટોઃ DietSabya) All Photo Credit: Instagram