ભારત સામે ટોસ હાર્યા બાદ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા.

શાન મસૂદે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી.

કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન 4 રન બનાવી આઉટ થયો હતો.

ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3, હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3 વિકેટ લીધી હતી.

મેચ જીતવા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 31 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતના ઓપનર નિષ્ફળ ગયા હતા. જે ભારત માટે ચિંતાની વાત છે. જે બાદ કોહલી અને હાર્દિકે ટીમને સંભાળી હતી.

અંતિમ ઓવરના અંતિમ બોલ સુધી ચાલેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલી 53 બોલમાં 82 રન બનાવ્યા હતા.

એક સમયે મેચ ભારતના હાથમાંથી સરકી રહી હતી ત્યારે વિરાટ કોહલીએ પોતાની મહત્વપૂર્વ બેટિંગ રણનીતિ સાથે ભારતનું મેચમાં કમબેક કરાવ્યું હતું

મેચના હીરો વિરાટને રોહિત શર્માએ ખભા પર ઉંચકી લીધો હતો. (તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર)