તસવીરોમાં તાપસી સાડી સાથે લાંબા સ્ટાઇલિશ કોટમાં જોવા મળી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસ તેના સિમ્પલ લુકને ફ્લોન્ટ કરી રહી છે. સાડી સાથે લોંગ કોર્ટ પહેરેલી તેની તસવીરો ચર્ચામાં છે. લોકો તાપસીના આઉટફિટ્સના જોરદાર વખાણ કરી રહ્યા છે. તાપસીની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ લાઈક્સ મળી છે. 1 એપ્રિલે તાપસીની તેલુગુ ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ' રિલીઝ થઈ હતી. જેમાં તે પત્રકારની ભૂમિકામાં છે. તાપસી હિન્દી ફિલ્મ 'શાબાશ મિથુ'ને લઈને પણ ચર્ચામાં છે. તેનો ટીઝર વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. તમામ તસવીરો તાપસીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.