ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા એટલે કે બબીતા જી હાલમાં જ વેકેશન પર છે તેણે વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે મુનમુન દત્તા થાઈલેન્ડમાં સોલો ટ્રિપ પર છે. મુનમુને કહ્યું કે આખરે મને કારેન જનજાતિની મહિલાઓને મળવાની તક મળી. મુનમુને તેની સુંદર તસવીરો શેર કરી અને લખ્યું, 'અહીંના પ્રખ્યાત મંદિરની મુલાકાત લેવાનો મોકો મળ્યો'. મુનમુન દત્તાએ વધુને વધુ સ્થળોની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. મુનમુન ટ્રાઇબલ વિલેજ લોંગ નેક કરેન વિલેજ પહોંચી હતી. મુનમુન દત્તા લાંબા સમય પછી સોલો ટ્રીપ પર ગઈ છે. અભિનેત્રી અત્યાર સુધીમાં લગભગ 40 દેશોનો પ્રવાસ કરી ચૂકી છે. All Photo Credit: Instagram