બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

તેણે ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી વન-ડે સીરિઝ જીત્યા બાદ તરત જ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

તમીમ ઈકબાલે બાંગ્લાદેશ તરફથી 69 ટેસ્ટ, 228 વન ડે અને 78 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

ટેસ્ટ ક્રિકેટમાં 39.09ની એવરેજથી 10 સદી અને 31 અડધી સદીથી 5082 રન બનાવ્યા છે.

વન ડેમાં 3694ની સરેરાશથી 14 સદી અને 53 અડધી સદી વડે 7943 રન બનાવ્યા છે.

તમીમે ટી20 ઈન્ટરનેશનલમાં 1758 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને સાત અડધી સદી સામેલ છે.

તમીમે કહ્યું, અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની તૈયારી કરી રહ્યા છીએ.

બાંગ્લા ભાષામાં મેસેજ પોસ્ટ કરી તેણે લખ્યું, મને આજથી T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત સમજવામાં આવે. આપ સૌનો આભાર.

સોશિયલ મીડિયા પર તમીમ પરિવારની તસવીરો પોસ્ટ કરતો રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

Thanks for Reading. UP NEXT

રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા આ જાણવું જરૂરી

View next story