ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરીઝની બીજી મેચ આજે રમાશે આ સીરિઝ માટે ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે પ્રથમ વન ડેમાં અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી અને 1 વિકેટ ઝડપી હતી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે રવિ અશ્વિન પર પોતાની પ્રતિક્રિયા આપી છે રાહુલ દ્રવિડે કહ્યું રવિ અશ્વિનનો અનુભવ શાનદાર છે ઓફ સ્પિનર અશ્વિનનો અનુભવ અમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે ભારતીય કોચે કહ્યું રવિ અશ્વિન નંબર-8 પર બેટિંગ માટે સારો વિકલ્પ છે અશ્વિન લાંબા સમયથી ભારતીય વન ડે ટીમમાંથી બહાર હતો અશ્વિનનો હવે વર્લ્ડકપ ટીમમાં પણ સમાવેશ કરવામાં આવી શકે છે પ્રથમ વન જે ભારતે જીત્યા બાદ અશ્વિને બેટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી