ધરતી પર જીવન માટે પાણી ખૂબ મહત્વપૂર્ણ છે આમ તો પૃથ્વીનો 70 ટકાથી વધુ હિસ્સો પાણીથી ઢંકાયેલો છે પરંતુ લોકો માટે લાયક પાણીની ટકાવારી ખૂબ ઓછી છે શું તમે જાણો છો કે પાણી બાદ વિશ્વમાં સૌથી વધુ શું પીવામાં આવે છે? ખાદ્ય અને કૃષિ સંગઠનના રિપોર્ટમાં તેનો ઉલ્લેખ છે પાણી બાદ વિશ્વમાં સૌથી વધારે ચા પીવામાં આવે છે દર વર્ષે 21 મેના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે વિશ્વભરમાં ચા ઉદ્યોગનો જશ્ન મનાવવામાં આવે છે વિશ્વમાં અનેક પ્રકારની ચા ઉપલબ્ધ છે ચા વિશ્વના સૌથી જૂના પીણા પૈકીની એક છે