દક્ષિણ આફ્રિકાની ડેન વાન નિકેર્કની કુલ સંપત્તિ 1 મિલિયન ડોલર છે. સના મીર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે. તેમની કુલ સંપત્તિ 1.3 મિલિયન ડોલર છે. ઈસા ગુહા ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેની કુલ સંપત્તિ લગભગ 1.5 મિલિયન ડોલર છે. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર હોલી ફોલિંગની કુલ સંપત્તિ 1.5 મિલિયન ડોલર છે. સારા ટેલર ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન છે. તેની પાસે 2 મિલિયન ડોલરની નેટવર્થ છે. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર છે. ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા છે. ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ બીજા નંબર પર છે. તેની કુલ સંપત્તિ 9 મિલિયન ડોલર છે. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીની કુલ સંપત્તિ 14 મિલિયન ડોલર છે.