ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ બ્રાઈડલ લુક શેર કર્યો છે સિરિયલ અનુપમામાં અનુપમા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ફેન્સ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે અનુપમાનો બ્રાઈડલ લુક સામે આવ્યો છે અનુપમાએ તેના ખાસ દિવસ માટે સફેદ અને રંગીન લહેંગા પહેર્યો છે. રૂપાલી ગાંગુલીએ તેના ફેન્સને આ ફોટોનું કેપ્શન આપવા કહ્યું છે. ટીવી સિરિયલોમાં, 'અનુપમા' આ સમયે અગ્રણી ટીવી સિરિયલોમાંની એક છે. આ ટીવી સિરિયલમાં દરરોજ એક નવો ટ્વિસ્ટ આવતો રહે છે. આ ટીવી સિરિયલ દરેક ઘરમાં લોકપ્રિય બની છે. આ સિરિયલના તમામ પાત્રો ઘર-ઘર ફેમસ છે.