યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેનાએ પત્રમાં બાળકોના મૃત્યુને સૌથી ભયાનક અને વિનાશક ગણાવ્યું છે.



તેમણે પત્રમાં લખ્યું કે ઓખ્તિરકાની શેરીઓમાં આઠ વર્ષની એલિસનું મૃત્યુ થયું હતું



જ્યારે તેના દાદાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેવી જ રીતે કિવની પોલિના તેના માતા-પિતા સાથે ફાયરિંગમાં મોતને ભેટી છે.



વધુમાં તેમણે લખ્યું કે 14 વર્ષીય આર્સેનીને કાટમાળમાંથી માથામાં ઈજા થઈ હતી અને તે પછી તેનું મૃત્યુ થયું.



પોતાના ખુલ્લા પત્રને 'યુક્રેનથી સાક્ષી' નામ આપ્યું હતું. તેમણે પોતાના પત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેનના નિર્દોષ નાગરિકોના નરસંહારનો આરોપ લગાવ્યો હતો.



જેમાં તેમણે કહ્યું હતું કે 'યુક્રેનના લોકો ક્યારેય હાર નહીં માને, હથિયાર નહીં મૂકે.'



તેમણે પત્રમાં નાગરિકોની વેદનાનો ઉલ્લેખ કર્યો છે કારણ કે રશિયાના હુમલાથી લાખો લોકો બેઘર થઈ ગયા છે અથવા હુમલાથી બચવા માટે પડોશી દેશોમાં આશ્રય લીધો છે.