રશિયા-યૂક્રેન યુદ્ધનું એક વર્ષ પુરુ થયું 24 ફેબ્રુઆરી 2022 એ રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો હતો હજુ સુધી બન્ને દેશોમાંથી કોઇપણ પીછેહઠ કરવા તૈયાર નથી અત્યારે રશિયા યૂક્રેન પર મિસાઇલોથી હુમલો કરે છે યૂક્રેનને યુદ્ધમાં અમેરિકા અને પશ્ચિમી દેશો મદદ કરી રહ્યાં છે યૂક્રેનમાં સ્થિતિ ભયાનક બની ગઇ છે, જ્યાં જુઓ ત્યાં માતમ, આસુંઓ છે એકવર્ષમાં જંગના કારણે હજારો લોકોના જીવ ગયા લાખો કરોડો બાળકોનો અભ્યાસ છુટી ગયો છે કેટલાય લોકો પોતાનાઓથી વિખૂટા પડી ગયા છે કેટલાય નાગરિકો અને સૈનિકો શહીદ થઇ ગયા કેટલાય શહેરો તબાહ થઇને ખંડેરમાં બદલાઇ ગયા છે