શરીર પર ગંદકી જમા થતી રહે છે તેથી દરરોજ ન્હાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે શરીરનો સૌથી ગંદો ભાગ કયો છે શરીરના અનેક એવા ભાગ છે જ્યાં બેક્ટેરિયા રહે છે રિપોર્ટ મુજબ વ્યક્તિના શરીરનો સૌથી ગંદો હિસ્સો મોં છે તેમાં સૌથી વધારે માત્રામાં બેક્ટેરિયા હોય છે રિસર્ચ મુજબ મોઢામાં લગભગ 600 પ્રકારના બેક્ટેરિયા રહે છે તેને હળવાશથી ન લેવા જોઈએ જે અનેક બીમારીનું કારણ બને છે તેથી મોંને સમય સમય પર સાફ કરતું રહેવું જોઈએ