દહીંને સ્વાસ્થ માટે ગુણકારી માનવામાં આવે છે અને રોજ દહીં ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. પણ એવું નથી કે તમે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે દહીં ખાઈ લો.


જે ને ઝાડા થયા હોય એને દહીં ખાવું જોઈએ. અરુચિ વાળાએ દહીં ખાવું જોઈએ અને નબળાઈ રહેતી હોય એમને દહીં ખાવું જોઈએ.


હરસ થયા હોય એમને દહીં ખાવું જોઈએ. વાયુ પ્રકૃતિ હોય એમને દહીં ખાવું જોઈએ. હેમંત, શિશિર અને વર્ષા ઋતુ માં દહીં ખાવું જોઈએ. ઘી અને મધ મેળવીને દહીં ખાવાનું મહિમા છે.


આમળા મેળવીને પણ દહીં ખાવું જોઈએ અને છેલ્લે ગાય ના દૂધ નું દહીં ખૂબ જ ઉપયોગી છે.


ક્યારે દહીં ખાવાનું ક્યારે ટાળવું જોઈએઃ જો તંમને શરદી-ખાંસી કે કફની સમસ્યા છે તો ભૂલથી પણ રાતે દહી ન ખાઓ. જો તમે રાતે દહીં ખાશો તો સવારે પરેશાનીનો સામનો કરવો પડશે.


રાતે દહીં ખાવાથી અપચો પણ થઈ શકે છે. માટે બની શકે ત્યાં સુધી રાતે દહીં ખાવાનું ટાળવું જોઈએ.


દિવસ દરમિયાન પણ દહીં ખાઓ તો તેમાં ખાંડ મિક્સ નકરો. બની શકે ત્યાં સુધી મોળુ દહીં ખાવાનું રાખો.


જો શરદી-ખાંસીની ફરિયાદ નથી અને રાતે દહીં ખાવા ઈચ્છો છો તો તેમાં મીઠું અથવા મરી પાવડર જરુર મિક્સ કરો. આનાથી તે સરળતાથી પચી જાય છે.